સુરેન્દ્રનગરના ધલવણા ગામે નદીમાં ફસાયેલા 3 વ્યક્તિઓને ગામજનોએ બચાવ્યા
સુરેન્દ્રનગરઃ લીંબડી પંથકમાં ધોધમાર વરસાદથી ધલવણા ગામે નદીમાં પુર આવ્યા હતા. લીંબડી તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે ધલવણા ગામની નદીના સામે કાંઠે લોકો ફસાયા હતા. અંદાજે 3થી વધુ વ્યક્તિઓ ફસાતા સ્થાનિક યુવકો અને ગ્રામજનોએ રેસ્ક્યુ કરી તમામ વ્યકિતને બચાવી લીધા હતા.