સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.50 મીટર પર પહોંચી
નર્મદાઃ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાતા હાલ પાણીની આવક માત્ર 25,139 ક્યુસેક થઈ રહી છે. એટલે જે 23 ગેટ ખોલવામાં આવ્યા હતા, એ નર્મદા ડેમના તમામ ગેટ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. નર્મદા બંધની જળ સપાટી હાલમાં 137.50 મીટરે પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જે હવે 1.18 મીટર દૂર છે. ઉપરવાસમાંથી આવતા પાણીને લીધે ધીર ધીરે સપાટી વધી રહી છે. ત્યારે હાલ નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમમાં 138 મીટર સુધી ભરવાની પરવાનગી આપતા નિગમ દ્વારા તબક્કા વાર પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.