સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નામાંકનના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવારોનો ધસારો - કોંગ્રેસ ઉમેદવાર
અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટેના અંતિમ દિવસે તમામ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવ્યા હતા. ત્યારે AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા અને અન્ય વૉર્ડના કોંગ્રેસ ઉમેદવારો પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પહોંચ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને સીધા મેન્ડેટ આપી દેવામાં આવ્યા છે અને કાર્યકરો સીધા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.