કેશાેદના સોંદરડા બાયપાસ નજીકના કારખાનામાં લૂંટ, ઘટના CCTVમાં કેદ - બુકાનીધારી
જૂનાગઢઃ જિલ્લાના કેશાેદના સાેંદરડા બાયપાસ નજીકના કારખાનાઓમાં લૂંટની ઘટનામાં 4 બુકાનીધારીઓ CCTVમાં હથિયાર સાથે કેદ થયા છે. એક વર્ષ બાદ ફરી હોળીના તહેવાર પહેલા એકસરખી મોડેસ આેપરેન્ડી કરી ગત વર્ષ 4 કારખાનાની જેમ આ વખતે 6 કારખાનાઓને નિશાન બનાવાયા હતા. બુકાનીધારીઓ 'કંબલ' 'ચુપચાપ સુઇ જાવ' જેવા ગુજરાતી શબ્દનો પ્રયાેગ કરતા જણાયા હતા. જીઓન ફુડ કારખાનામાં 28,600 રોકડ સાથે માલિકના હાથમાંથી સાેનાની વીંટીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.