મહીસાગરઃ લુણાવાડામાં કોરોનાના કેસ વધતા પ્રાંત અધિકારીએ સમીક્ષા કરી - Lunawada Corona News
મહીસાગરઃ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેથી સોમવારે લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોઢિયાએ આયુષ મેડિકલ ઑફિસર ડૉ.કલ્પેશ સુથાર અને ચીફ ઓફિસર પ્રણવ ચૌધરીને સાથે રાખીને કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. આ મૂલાકાત દરમિયાન આ વિસ્તારમાં હોમ આઇસોલેશન થયેલા કોરોના દર્દીઓની પણ મૂલાકાત લઇ દર્દીઓને અર્બન હેલ્થ વિભાગ દ્વારા મળતી આરોગ્ય સેવાઓ વિશે જાણકારી મેળવી હતી. પ્રાંત અધિકારીએ લુણાવાડા શહેરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા શહેરીજનોને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.