ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચના ભોલાવ ગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત, જાણો કારણ - મહિલા સરપંચ

By

Published : Feb 19, 2020, 5:21 PM IST

ભરૂચઃ જિલ્લા નજીક ભોલાવ ગ્રામપંચાયતના સરપંચ પ્રિયંકા પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ અંગેની બેઠક બુધવારે ગ્રામપંચાયત કચેરી ખાતે યોજાઈ હતી. તાલુકા પંચાયત કચેરીના અધિકારી કડીવાલાની હાજરીમાં મળેલી બેઠકમાં અવિશ્વાસની દરખાસ્ત અંગે મતદાન કરાવવામાં આવ્યું હતું. જેમાં કુલ 24 પૈકી 23 સભ્યોએ સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે સરપંચે અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમારને સોપવામાં આવ્યો હતો. સરપંચ પ્રિયંકા પટેલ સામે ભ્રષ્ટાચાર અને વ્હાલા દવલાની નીતિના આક્ષેપ સાથે આ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details