અરવલ્લી જિલ્લાની અદાલતમાં બંધારણ દિવસ નિમિત્તે આમુખનું વાંચન કરાયું - બંધારણ દિવસ
અરવલ્લીઃ બંધારણ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા અદાલતમાં આમુખનું વાંચન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ કોર્ટોના જજ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બંધારણ દિવસ નિમિત્તે ગરૂવારના રોજ અરવલ્લી જિલ્લા અદાલતમાં જિલ્લા કાનૂની સેવા સમિતિ, અરવલ્લી દ્વારા બંધારણમાં અજોડ ગણાતા આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. જેમાં એડી. ડિસ્ટ્રીક્ટ જજ એ. કે.રાવ , ફેમિલી જજ મહેતા , સિનિયર સિવિલ જજ આર.જી.બારોટ, ચીફ જજ વી.જે.ચૌહાણ, એડી જજ પ્રખર શર્મા , ગૌતમ સિંહ દેવરા, સુપ્રિત્કૌર ગાબા, જે.બી.શર્મા તેમજ જિલ્લા અદાલતના તમામ ઓફિસર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં બંધારણ પ્રત્યે અધિકાધિક નિષ્ઠાના શપથ લેવામાં આવ્યાં હતા.