મહેસાણાના વિસનગરના રસ્તાઓ પર રખડતા ઢોરોની સમસ્યા અકસ્માતનું કારણ બની શકે છે ! - stray cattle
મહેસાણા: વિસનગર શહેરમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ રોડ રસ્તાઓ પર પશુઓનો ખડકલો જોવા મળતો હોય છે. જેને પગલે વાહન ચાલકોની મુશ્કેલી વધી જતી હોય છે. ચાલુ વર્ષે પણ ચોમાસામાં દર વર્ષની જેમ ઢોરો શહેરના જાહેર રસ્તાઓ અને હાઇવે રોડ પર આવી જતા જાણે કે રસ્તાઓ તબેલામાં તબદીલ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તા પર ઢોરોના ખડકલાને પગલે અનેક વખત અકસ્માતોની ઘટનાઓ બને છે. ભવિષ્યમાં પણ અકસ્માત જેવી દુર્ઘટના ઘટે તેનું જોખમ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા પશુઓ અને વાહન ચાલકોની સલામતી સાથે પ્રજાજનોની સુખાકારીનું ધ્યાન રાખી આ સમસ્યાના નિવારણ માટે યોગ્ય પગલાં લેવાય તે અવશ્યક બન્યું છે.