ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ: ગોંડલના ભગવતપરા 7 નંબરના મકાનમાં દીપડો ઘૂસ્યો - Panther

By

Published : Dec 5, 2020, 3:19 PM IST

રાજકોટ: ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં શાળા નંબર-5ની પાસે આવેલા મકાનમાં દીપડો ઘૂસી આવ્યો હતો. જેથી લોકો ભયભીત થયા હતા. આ ઘટનાને પગલે ગોંડલના મામલતદાર, ફાયર બ્રિગેડ, પોલીસ અને ફોરેસ્ટ વિભાગ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગોંડલ ફોરેસ્ટ વિભાગ દ્વારા દિપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવે તે પહેલા જ દિપડાએ ફાયર બ્રિગેડના કર્મચારી દિપકભાઈ વેગડા નામના યુવક ઉપર હુમલો કરતા તેમને તાત્કાલિક ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગે દિપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details