અધિકારીની કરવામાં આવી બદલી, 309 કિલોમીટર સાઈકલિંગ કરી સંભાળ્યો ચાર્જ - સુરેન્દ્રનગરના તાજા સમાચાર
સુરેન્દ્રનગર: એડવેન્ચર એન્ડ સાઇકલિંગના શોખીન એવા દાહોદ ખાતે ARTO તરીકે ફરજ બજાવનારા અને તાજેતરમાં જ દાહોદથી સુરેન્દ્રનગર નિયુુક્ત થયેલા, 57 વર્ષીય ARTO ટી.વી. દાંત્રોલિયાએ પોતાની બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે 309 કિલોમીટરનું સાઇકલિંગ કર્યું હતું. જેના દ્વારા તેઓ અધિકારી અને કર્મચારીઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ પબ્લિકને રોડ સેફ્ટી અવેર્નેસના સંદેશો આપ્યો હતો.