જામનગરમાં મેયરના વોર્ડમાં છેલ્લા એક મહિનામાં બે મકાન ધરાશાયી - મેયરના વોર્ડમાં છેલ્લા એક મહિનામાં બે મકાન ધરાશાયી
જામનગર: શહેરમાં ફરી અંબાજી ચોક ખેતરી ફળીની વાડી પાસે રમેશ બેકરીની બાજુમાં બે માળનું મકાન ધરાશાયી થયું છે. જો કે સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. થોડા દિવસો પહેલા દેવુભા ચોકમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મહત્વનું છે કે, મેયરના વોર્ડમાં છેલ્લા એક મહિનામાં બે મકાન ધરાશાયી થયા છે. ધરાશાયી થયેલ મકાનને અગાઉ માત્ર નોટિસ પાઠવવામાં આવી હતી. આ મકાન છેલ્લા 15 વર્ષથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતાં આખરે મકાન ધરાશાયી થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.