ગોંડલમાં લોકડાઉન પાર્ટ-3નો ખુલ્લેઆમ થઇ રહ્યો છે ભંગ - gondal news
રાજકોટ : ગોંડલમાં લોકડાઉન 1 અને 2નું પોલીસ તંત્ર દ્વારા કડક પાલન કરવામાં આવ્યા બાદ લોકડાઉન 3માં કેટલાક વેપારીઓ પોલીસની આંખોમાં ધૂળ જોકી ધંધા રોજગાર ખુલ્લા રાખી સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. જેમાં તાલુકા ખાતે આવેલા પેરેડાઈઝ હેર આર્ટ, જેતપુર રોડ ઉપર આવેલ શ્રી હરિ ફૂટવેર, મોચી બજારમાં આવેલી સખી સિલેક્શન, લકી ફેશન, કિસ્મત સિલેક્શન તેમજ યોગી સ્ટેશન સહિત અઢળક દુકાનો ખુલ્લી રહી સોશિયલ ડિસ્ટન્સની ધજ્જિયા ઉડાવી હતી. આ ઉપરાંત ફરસાણ વેચાણ પર પણ પ્રતિબંધ હોય તેમ છતા પણ કેટલાક વેપારીઓ રેકડીઓ દ્રારા ખુલ્લેઆમ ફરસાણ વહેચી રહ્યા છે.