પાર્કિંગના મુદ્દે એપાર્ટમેન્ટના બે પરિવારો વચ્ચે મારામારી સર્જાઇ - parking
સુરત: ડીંડોલી ખાતે વાહન પાર્કિંગ મુદ્દે એપાર્ટમેન્ટના બે પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ હતી. પાર્કિંગમાં પાર્ક કરેલ મોપેડને બાળકોએ નુકશાન કર્યું હતું. ત્યારબાદ વિવાદ વધતા બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેના આધારે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.