7 ગામોનો VMCમાં સમાવેશનો કરોળિયા ગ્રામજનોએ રામધૂન બોલાવી કર્યો વિરોધ - કરોળિયા ગ્રામ પંચાયત
વડોદરા: શહેર નજીકના 7 ગોમોને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવા બાબતે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. રવિવારે કરોળિયા ખાતે પૂર્વ સરપંચ વિજય ચાવડા, ગ્રામ પંચાયતના અગ્રણી રેશ્મા પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામ પંચાયતના અગ્રણી રેશ્મા પટેલે ડાયરી સાથે વિરોધ કરી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. કરોળિયા ગ્રામ પંચાયતના વિરોધમાં સામાજીક કાર્યકરોએ ગ્રામજનોને સમર્થન આપ્યું છે.