ખેડૂતોને ખેતીવાડીની યોજનાનો લાભ અપાવવા સરકાર દ્વારા આઈ પોર્ટલ ખુલ્લું મુકાયું - મહીસાગર ખેતીવાડી વિભાગ
મહીસાગર: ગુજરાત સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે મુખ્યપ્રધાન પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તેમજ માલ વાહક વાહન કિસાન પરિવહન યોજના ખેતીવાડીની યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ ખેડૂતો લઇ શકે તે માટે સરકાર દ્વારા આઈ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાઓનો લાભ મળે તે માટે જિલ્લામાં પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજનાનો લાભ લેવા 15 ઓગસ્ટ સુધીમાં ખેડૂત આઈ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.