યહાં શિકારી ખુદ શિકાર હો ગયા, શ્વાનના ટોળાએ દિપડાનો કર્યો શિકાર - દીપડાના બચ્ચનો શિકાર
ભરૂચઃ જિલ્લાના ટ્રાયબલ બેલ્ટ ગણાતા વાલિયાઝ, ઝઘડીયા અને નેત્રંગ પંથકનાં જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં વન્યપ્રાણીઓ વસવાટ કરે છે.આ વિસ્તારમાં દીપડા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે શ્વાનનાં ટોળાએ દીપડાના બચ્ચનો શિકાર કર્યો હોવાનો વીડિયો બહાર આવ્યો છે. નેત્રંગ તાલુકાના અંતરિયાળ બલદવા ગામે વૃક્ષની ડાળી પરથી દીપડાનું બચ્ચું નીચે પટકાતા ઘાયલ થયું હતું. આ દરમ્યાન એક શ્વાનનું ટોળું ત્યાં આવી પહોચ્યું હતું અને દીપડાના બચ્ચનો શિકાર કર્યો હતો.આ અંગેની જાણ થતા જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરી હતી.વન વિભાગના અધિકારીઓએ દીપડાના મૃતદેહનો કબજો મેળવી તપાસ શરુ કરી છે.