રાજકોટ એરપોર્ટ ખાતે આવેલ ફ્લાઇટનું વોટરકેનનથી કરાયું સ્વાગત - flight at Rajkot Airport
રાજકોટ: રાજકોટ- મુંબઈ વચ્ચે સ્પાઈસ જેટની ફ્લાઇટ શરૂ થઈ છે. ત્યારે આ ફ્લાઇટ મુંબઈથી રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેનું વોટરકેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે પાંચ મહિના બાદ રાજકોટથી મુંબઈ જવા માટેની ફ્લાઇટ શરૂ કરવામાં આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વેપારીઓને આ સેવાનો લાભ મળશે. મુંબઈ બાદ રાજકોટથી દિલ્હી માટેની પણ વિમાની સેવા આગામી દિવસોમાં શરૂ કરવાની પણ વાત સામે આવી રહી છે. જોકે, મુંબઈથી રાજકોટ ખાતે આવેલી ફ્લાઇટનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવતા એરપોર્ટ ખાતે અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.