પાલીતાણાના હસ્તગિરી પર્વત પર ફરી આગ લાગી - Bhavnagar news
ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા તાલુકાના હસ્તગિરી પર્વત પર ગઈકાલે આગ લાગી હતી. જેને પાલિતાણા, સિહોર, તથા ગારિયાધાર ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ બુઝાવી હતી, પરંતુ હસ્તગિરી પર્વત નદી પાસેના અલગ અલગ વિસ્તારમાં ફરી નવેસરથી આગ પ્રસરતા વન વિભાગ અને સિહોર પાલીતાણા ગરિયાધારના ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાયું હતું.