મોરબીના નિવૃત શિક્ષિકાની અંતિમ યાત્રા વાજતે ગાજતે યોજાઇ - Morbi's Vijayaben Mulashankar Jani
મોરબીઃ મોરબીના નિવૃત શિક્ષિકાએ સમાજને નવી રાહ ચીંધી છે. શહેરના વિજયાબેન મૂળશંકર જાની નિવૃત શિક્ષિકા હતા. જે ભાવેશ્વરીદેવીના પણ ગુરુ હતા અને મોરબીમાં મધર ટેરેસા તરીકે ઓળખાતા હતા. જેમને સગાસ્નેહીઓને પોતાની અંતિમ યાત્રા વાજતે-ગાજતે યોજવાની અંતિમ ઈચ્છા અગાઉ જ જણાવી દીધી હતી. સોમવારે તેનું મૃત્યુ થતા સગા-સ્નેહીઓ અને લત્તાવાસીઓએ તેમની અંતિમ યાત્રા બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે કાઢી હતી.