શ્રાવણ મહિનાના તહેવારોનો બોળચોથથી પ્રારંભ - અમદાવાદ ન્યુઝ
અમદાવાદ: બોળ ચોથ નિમિતે બહેનો ખાંડીને કે કાપીને ખવાતા ખોરાકનો ત્યાગ કરે છે અને માત્ર મગ અને રોટલાનું એકટાણું કરી વિધિપૂર્વક વ્રત કથાનું પઠન કરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. બોળ ચોથ નિમિતે શહેરની બહેનોએ એકરંગી ગાય-વાછરડાનું ભકિતભાવપૂર્વક પૂજન કરી બોળ ચોથનું વ્રત કર્યું હતું. ગાય-વાછરડાનું કંકુ-ચોખા નાગલા વડે પૂજન બાદ બહેનોએ સાથે મળીને બોળ ચોથ વ્રત કથાનું વાંચન કરી બોળ ચોથ ‘ર્માં’ વહુરાણીને વળ્યા એવા સહુને ફળજોની પ્રાર્થના કરી હતી.