અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલ ફાળવવા બદલ કોંગ્રેસે કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો - મોડાસા ન્યૂઝ
અરવલ્લી: જિલ્લામાં સિવિલ હોસ્પિટલનો પ્રશ્ન છેલ્લા ગત વર્ષથી ગૂંચવાયો હતો. જેથી જિલ્લા કોંગ્રેસ દ્વારા આ અંગે સતત પ્રદર્શનો અને ધરણાં યોજવામાં આવ્યા હતા અને મુખ્યપ્રધાનને પત્ર લખી સિવિલ હોસ્પિટલ ફાળવવાની માગ કરવામાં આવી હતી . તાજેતરમાં પાલનપુર ગામની સીમમાં સર્વે નંબર-105 પૈકી 3.85 હેક્ટર જમીન સિવિલ હોસ્પિટલ માટે ફાળવવામાં આવી છે. જેથી જિલ્લા કોંગ્રેસે કલેક્ટરનો આભાર માન્યો હતો. કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, ધારાસભ્ય જશુ પટેલ, અનીલ જોષીયારા અને કોંગ્રસના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરનો આભાર વ્યક્ત કરી સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ઝડપથી શરૂ કરવા માગ કરી હતી.