મોડાસામાં ખેડૂત ઓજાર ચકાસણી કેમ્પ યોજાયો - ખેડૂત
મોડાસા: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા વિવિધ યોજનાઓ હેઠળ ખેતીના ઓજારો તથા ખેતીમાં જરૂરી ચીજો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. ખેતીને સંલગ્ન 69 પ્રકારના સાધનો ખરીદવા સબસીડી માટે મોડાસા તાલુકાના પાંચ હજાર ખેડૂતોએ અરજી કરી હતી. જેમાંથી 50 ખેડૂતોને ઓજાર સહાયનો લાભ મળ્યો છે. આ યોજના અંતર્ગત ટ્રેક્ટર સહિતના ઓજારો જેવા કે અંડરગ્રાઉન્ડ પીવીસી, એમ.બી પ્લાઉ, ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર, ડ્રીલ પ્લાન્ટર, કલ્ટીવેટર ક્લીનર કમ ગ્રેડર, ખુલ્લી પાઇપલાઇન, ગ્રાઉન્ડનટ ડીગર, ચાફ કટર, કિજલ પ્લાવ તથા ડીસ્ક એરો સહિત કુલ ૫૯ વસ્તુઓ માટે 35થી 50 ટકા સબસીડીનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો છે.