ડભોઈમાં ચાંદોદ કરનાળી વચ્ચેના બ્રીજનું એક વર્ષમાં જ થયું ધોવાણ, તંત્રની કામગીરી પર ઉઠ્યાં સવાલ - ચાંદોદ કરનાળી વચ્ચેના બ્રીજ
વડોદરા: જિલ્લાના ડભોઈ તાલુકામાં એક વર્ષ પહેલા બનાવેલાં બ્રીજનું વરસાદમાં મોટપાયે ધોવાણ થયું છે. અંદાજિત 17 કરોડના ખર્ચે ચાંદોદ કરનાળી વચ્ચે બનાવેલાં આ બ્રીજનું એક વર્ષમાં જ ધોવાણ થયું છે. ત્યારે સ્થાનિકો બ્રીજના નિર્માણમાં અધિકારીઓએ ખીસ્સા ભરી બ્રીજની બનાવટમાં બેદરકારી દાખવી હોવાના ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે.