બોટાદ જિલ્લા પંચાયતનું બજેટ બીજીવાર થયું નામંજુર - જિલ્લા પંચાયત
બોટાદ : જિલ્લા પંચાયત કચેરીમાં 2020-21ના વર્ષનું બજેટ માટેની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સામાન્ય સભામાં કુલ 19 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. જે પૈકી 11 સભ્યોએ બજેટના વિરોધમાં મત આપેલો હતો. જ્યારે 8 સભ્યોએ બજેટની તરફેણમાં મત આપ્યો હતો. આમ, 11 સભ્યોની બહુમતી થતા બોટાદ જિલ્લા પંચાયતનું બજેટ નામંજુર કરવામાં આવેલુ છે.