ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડીસામાં બનાસનદીના પુલ પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

By

Published : Oct 7, 2020, 9:40 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાની બનાસનદીના પટમાંથી બુધવારે ડીસા તાલુકાના રોબસ ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુત્યુ પામેલો યુવાન રોબસ ગામના કાન્તિભાઈ સોમાભાઈ બારોટ હોવાનું જાણવા મળ્યું હતું. યુવકનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તાલુકા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનના મુત્યુ અંગે હત્યા કે આત્મહત્યા તે અંગે ઘૂંટાતું રહસ્ય પોલીસે અકબંધ જણાવ્યું હતું. પોલીસ દ્વારા હાલ અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details