અમદાવાદ કમિશ્નરે કોંગ્રેસનું આવેદનપત્ર ન સ્વીકારતા મેયર થયા નારાજ
અમદાવાદ: શનિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ કમિશ્નર મિટિંગમાં હોવાથી આવેદન સ્વીકાર્યું નહોતું કે અન્ય કોઈ અધિકારીએ પણ આ આવેદન સ્વીકાર્યું નહોતું. જેથી મેયર બીજલ પટેલે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. મેયર બીજલ પટેલે જણાવ્યું હતું કે, મેયર અને કમિશ્નર વચ્ચે કોઈ ફાઈટ નથી ચાલી રહી. શનિવારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગાયો મુદ્દે આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ કમિશ્નરે વ્યસ્તતાને કારણે સ્વીકાર્યું નહોતું. આ ઉપરાંત ડેપ્યુટી કમિશનરે પણ આવેદન સ્વીકાર્યું નહોતું. જે અંગે નારાજગી છે. આ મામલે જરૂર જણાશે તો મહુડી મંડળમાં રજૂઆત કરાશે અને પગલાં પણ લેવામાં આવશે.