વડોદરામાં સ્વર્ગસ્થ કિશોર કુમારની 91મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી - Kishor Kumar
વડોદરા: શહેરમાં સ્વર્ગથ કિશોર કુમારના 91માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નિખિલ પુરોહિત નામના કિશોર દાના ચાહકે કોવિડ-19 ગાઈડલાઈન્સનું પાલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કિશોર કુમાર માત્ર એક્ટર જ નહીં ગાયક, સંગીતકાર, લેખક, નિર્માતા અને નિર્દેશક પણ હતા. આ ઉપરાંત તેમણે હિન્દી સિનેમાના ત્રણ નાયકોને મહાનાયકનો દરજ્જો અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમના અવાજના જાદૂથી દેવ આનંદ સદાબહાર હીરો તરીકે ઓળખાયા હતા. આ ઉપરાંત રાજેશ ખન્નાને સુપર સિતારા તરીકે તેમણે ફેમસ કર્યા અને અમિતાભ બચ્ચનને મહાનાયક બવનાવવામાં તેમની ભૂમિકા રહી છે.