ગુજરાત

gujarat

ETV Bharat / videos

બગવાડા ટોલનાકા પાસેથી 4 લાખના દારૂ સાથે એકની ધરપકડ

By

Published : Nov 23, 2019, 3:17 PM IST

વલસાડઃ દમણથી ટેમ્પોમાં ફોર્મના કાર્ટૂનની વચ્ચે 4 લાખનો દારૂ છુપાવીને ચોટીલા તરફ લઈ જતા શખસને પારડી પોલીસે બગવાડા ટોલનાકા નજીકથી ઝડપી લીધો છે. ગુરૂવારે બગવાડા ટોલનાકાથી પસાર થઇ રહેલા ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાં 4,35,600ની કિંમતની દારૂની બોટલ નંગ 1572, બે મોબાઇલ ફોન અને ટેમ્પોમાં ભરેલા વાદળીની સીટ ભરેલા કાર્ટુન મળી કુલ 15,94,100 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details