રાજકોટ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ટેલિફોનિક રજિસ્ટ્રેશન શરૂ - રાજકોટ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ટેલિફોનિક રજિસ્ટ્રેશન શરૂ
રાજકોટ: વિશ્વના લગભગ મોટાભાગના દેશો હાલમાં કોરાના મહામારીને કારણે ભયગ્રસ્ત છે. ભારતમાં પણ આ મહામારીની વ્યાપ્તતા દિન-પ્રતિદિન વધી રહી છે. આ કારણોસર ચાલી રહેલ લોકડાઉનની આ વિકટ પરિસ્થિતિમાં ખેડુતો દ્વારા ઉત્પાદીત પાકનું સમયસર વેંચાણ થાય અને ગ્રામીણ અર્થતંત્ર જળવાઇ રહે તે માટે રાજય સરકારના ખેત બજાર અને ગ્રામિણ અર્થતંત્ર, વિભાગના નિયામકના પરીપત્ર અનુસાર માર્કેટીંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી સાથે કામકાજ શરૂ કરવા સુચના અપાઇ છે.