સુપર સોનિક બૂમ્સના અવાજથી મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર મકાનના કાચ તૂટ્યા - મુંબઈ ન્યૂઝ
નવાપુરઃ તાલુકાના કુકરમુંડા સહિતના અનેક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 7 ફેબ્રુઆરીએ બપોરે 3 કલાકે અચાનક સુપરસોનિક બૂમ ફાઈટર જેટનો અવાજ સંભળાયો હતો. જેના કરાણે સ્થાનિકો ડરી ગયા હતાં. મળતી માહિત પ્રમાણે, સુપરસોનિક બૂમ ફાઇટર જેટ સુખોઇ પુણેથી નાસિકના નાઇકાના વિસ્તારમાં અને નાસિક એચએએલ હેઠળ પ્રેક્ટિસ કરવા પૂણેથી રવાના થયો હતો. તે દરમિયાન તેનામાં ટેકનીકલ ખામી સર્જાતા તેમાં સામાન્ય જેટ કરતાં વધુ અવાજ આવતાં હતો. જેના કારણે નંદુરબાર શહેરના અનેક મકાનોના કાચ તૂટી ગયા હતા અને કેટલાક મકાનોના પત્રાઓ તૂટી ગયા હતા. તો ગુજરાતમાં નવાપુરા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.