વડોદરામાં મુસ્લિમ સમાજ દ્વારા તાઝિયા ઝુલુસ નીકળ્યા - gujarati news
વડોદરાઃ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા 'મહોરમ' પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે મંગળવારના રોજ વહેલી સવારથી શહેરના રાજમાર્ગ ઉપર કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ તળાવમાં તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા. તાજીયા ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ સાથે હિન્દુ લોકો પણ જોડાયા હતા.