જેતપુરમાં ચાલુ વરસાદે તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી કરાઇ, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
રાજકોટ: જેતપુર નગરપાલિકા પાસે ભારે વરસાદમાં પણ તંત્ર દ્વારા રોડ બનવાની કામગીરી શરૂ કરાઇ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 26 સપ્ટેમ્બરના રોજ બપોરે ધોધમાર વરસાદ ચાલુ હતો તે સમયે વરસાદમાં પણ વીડિયોમાં જોવા મળી રહ્યો છે કે કિંમતી માલ ધોવાય છે છતાં કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર રોડ બનાવાનું કામ સતત ચાલુ રખાયું છે. આ વાઇરલ વીડિયો જેતપુરના ધોરાજી રોડ પર આવેલા ચેતના સીનેમાં પાસેનો હોવાનું સામે આવ્યું છે.