ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજપીપળામાં માં હરસિધ્ધિની તલાવર આરતી દ્વારા આરાધના કરાઇ - નર્મદા

By

Published : Oct 23, 2020, 4:41 AM IST

નર્મદાઃ જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ 419 વર્ષ પૌરાણિક માં હરસિધ્ધિનું મંદિર આવેલું છે. ત્યાં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે અને છેલ્લા 6 વર્ષથી રાજપૂત સેવા સમાજ દ્વારા તલવાર મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 250 જેટલા રાજપૂત યુવાનો બે હાથે તલવાર લઇ વિવિધ કરતબો કરી આ તલવાર આરતી કરતા હતા. પરંતુ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે આટલી મોટી સંખ્યામાં આરતી થાય તો મુશ્કેલી થાય અને ના કરે તો મહાઆરતી અખંડિત થઈ જાય આ માટે તંત્રની મંજૂરી મેળવી સાદગીથી માત્ર 31 યુવાનો દ્વારા આ મહાતલવાર આરતી કરવાનું નક્કી કર્યું હતું અને સુંદર આયોજન કરી હરસિધ્ધિ માતાના મંદિરે તલવાર આરતીનું આયોજન કર્યું હતું. કોરોના મહામારીના કારણે સોશિયલ મીડિયા ઉપર રાજપૂત સમાજના લોકો live આરતી જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details