વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મીઠાઈની દુકાનોમાં ચેકિંગ કરાયું - Food inspector
વડોદરાઃ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇનું વેચાણ કરનારા વેપારીઓએ પણ હવે એક્સપાયરી ડેટ લખવી પડશે તેવો કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાનો અમલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શુક્રવાર શરૂ કરાવ્યો છે. જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનોનું ચેકિંગ શરૂ કર્યું છે. અધિક આરોગ્ય અધિકારી ડૉ. મુકેશભાઈ વૈધની સૂચના મુજબ ફુડ ઇન્સપેકટરની બે ટીમ દ્વારા શહેરના સમા, નિઝામપુરા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં મીઠાઈની દુકાનો પર ચેકિંગ કર્યું હતું. આ સાથે વેપારીઓને આ નવા નિયમો અંગે સમજ પણ આપી હતી.