બોટાદમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ - gujarati news
બોટાદઃ શહેરમાં અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે બોટાદમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સુશાસન દિવસની ઉજવણીમાં ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ સભ્ય ભારતીબેન શિયાળ અને ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં CAA તથા NRC વિશે લોકોમાં જે ગેરસમજ ફેલાયેલ છે. તેને દૂર કરવા માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કાયદોની વિસ્તૃત માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી. બોટાદના પ્રબુદ્ધ નાગરિકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા.