સુરતમાં ચાર દિવસ અગાઉ હત્યાના કેસમાં નિર્દોષ છૂટેલા સૂર્યા મરાઠીની હત્યા - સૂર્યા મરાઠી
સુરત: શહેરમાં ચાર દિવસ અગાઉ હત્યાના કેસમાં નિર્દોષ છૂટી આવેલા માથાભારે ગણાતાં સૂર્યા મરાઠીની કરપીણ હત્યા કરવામાં આવી છે. સૂર્ય મરાઠીનાની હત્યા કરનાર આરોપી તેનો અંગત હાર્દિકે હોવાનું સામે આવ્યું છે. સૂર્યા મરાઠીની હત્યા કરી ફરાર હાર્દિકને સૂર્યાના માણસો દ્વારા પણ હુમલો કરાવ્યો હતો. આ ઘટનામાં સૂર્યા મરાઠી અને હાર્દિક બંનેનું મોત નીપજ્યું છે. જૂની અદાવતમાં સૂર્યા મરાઠીની ઓફિસમાં આવી હાર્દિક અને તેના માણસોએ તેની હત્યા કરી હતી. જે CCTVમાં સાફ જોવા મળે છે કે, હત્યાને અંજામ આપવા આવેલા આશરે છથી સાત હુમલા ખોરોના હાથમાં ધારદાર ચપ્પુ હતા. જેનાથી સૂર્યા મરાઠીની કરપીણ હત્યા કરવામાં આવી હતી.