સુરેન્દ્રનગરઃ વોર્ડ નંબર 1ની મહિલાઓ દ્વારા પાણી અને સ્થાનિક પ્રશ્ને રજૂઆત - Representation of the local question of women in Dudhrej
સુરેન્દ્રનગરઃ દૂધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 1માં આવેલા વિહળ પાર્ક અને પરશુરામ નગરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જતા સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તેમજ નિયમિત ગટરની સફાઈ ન થવાના કારણે સ્થાનિકોના આરોગ્ય ઉપર પણ ખતરો સર્જાયો છે. આ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં પણ દૂષિત પાણી વિતરણ કરાતુ હોવાની રાવ ઉઠી છે, જેથી આ વિસ્તારની મહિલાઓ સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી ગઇ હતી, જયારે પાલિકા પ્રમુખ બીપીનભાઈ ટોલીયાએ રૂબરૂ મળીને પ્રશ્ન હલ કરવા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. જો કે તેમ છતાં આ વિસ્તારમાંથી આવેલી મહિલાઓએ જો આગામી બે ત્રણ દિવસમાં પ્રશ્ન હલ નહી થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.