સુરેન્દ્રનગર: જીલ્લા કોંગ્રેસે કૃષિ સંબંધિત 3 કાળા કાયદાનો વિરોધ કરી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - surendranagar congress workers protested
સુરેન્દ્રનગર: કૃષિ સંબંધિત 3 નવા કાયદા પાછા ખેંચવાની માગ સાથે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, આગેવાન કલ્પનાબેન ધોરીયા, તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ જોડાયા હતા. તેમણે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા વધુ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.