સુરતઃ કિમ અને મૂળદ ગામના બિસ્માર રસ્તાથી લોકો પરેશાન - Surat
સુરતઃ ચાલુ વર્ષે ગુજરાતભરમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ઓલપાડ ધારાસભ્ય મુકેશ દ્વારા દત્તક લેવામાં આવેલા મૂળદ ગામની સીમમાં આવેલી સ્વાગત, નીલમ, શિવગંગા, પ્રતિષ્ઠા, કાવ્યા જેવી સોસાયટી તરફ જવાનો રસ્તા પર પણ વરસાદના કારણે મસમોટા ખાડાઓ પડી ગયા છે. સ્થાનિકો દ્વારા પંચાયતને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પંચાયત હદ વિસ્તારના વિવાદનો સ્થાનિકો ભોગ બની રહ્યા છે. સ્થાનિકો જયારે રજૂઆત કરવા જાય છે, ત્યારે કિમ પંચાયત મૂળદ પંચાયતને ખો આપે છે અને મૂળદ કિમ પંચાયતને ખો આપે છે. વિકાસના બણગા ફૂંકતી આ ભાજપ સરકારના ધારાસભ્યના દત્તક લીધેલા ગામમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.