જમ્મુ-કાશ્મીરની બે દીકરીઓએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાખડી બાંધી ભાઈચારાનો સંદેશ આપ્યો - જુઓ વીડિયો...
સુરત: દેશમાં કેટલાક લોકોએ ધારણા બનાવી દીધી હતી કે જમ્મુ-કાશ્મીર અને ભારતના લોકો વચ્ચે એક ખૂબ મોટી ખાઇ છે અને આવા લોકોને સંદેશો સુરતમાં આવેલી જમ્મુ-કાશ્મીરની બે દીકરીઓએ આપ્યો છે.જમ્મુ કાશ્મીરની આ બંને દીકરીઓ સુરત ખાતે નર્સિંગ કોર્સ કરી રહી છે. જેને રક્ષાબંધનન પર્વના એક દિવસ પહેલા સુરતના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને ડોક્ટરોને રાખડી બાંધી સંદેશ આપ્યો છે કે દેશના તમામ લોકો તેમના ભાઇ બહેન છે.