કોરોના સંક્રમણના પગલે સુરત તંત્ર થયું એલર્ટ : મહેન્દ્ર પટેલ - કોરોના સંક્રમણના પગલે સુરત તંત્ર થયું એલર્ટ : મહેન્દ્ર પટેલ
સુરત:કોરોના વાઇરસને ડામવા રાજ્ય સરકારે સુરત શહેર અને જિલ્લામાં ખાસ ઓફિસરની નિમણૂક કરી છે. સુરતના પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલને આ ખાસ જવાબદારી સરકાર દ્વારા આપવામાં આવી છે. મહેન્દ્ર પટેલની આગેવાનીમાં સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા સેમ્પલ સેલ બિલ્ડિંગમાં ખાસ કોરોના હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આશરે 200 બેડની આ હોસ્પિટલમાં તમામ ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.