ઝારખંડમાં જીત બાદ સુરત શહેર કોંગ્રેસ દ્વારા ઉજવણી
સુરત: ઝારખંડમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે વિજય પતાકા લહેરાવ્યો છે, જેને લઇ સુરત શહેર કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. સુરત કોંગ્રેસ દ્વારા નાનપુરા સ્થિત મક્કાઇપુલ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.