યાત્રાધામ દ્વારકામાં ભારે પવનના કારણે દ્વારકાધીશ મંદિરનો શિખર દંડ તૂટ્યો - દ્વારકાધિશ મંદિરના સમાચાર
દેવભૂમિ દ્વારાકાઃ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે ભારે પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ મંદિરની શિખર ધ્વજા ચડાવાનો દંડ તૂટ્યો હતો. ભગવાનના ભક્તો દ્વારા શીખર ઉપર રોજની પાંચ ધ્વજા ચડાવવામાં આવે છે. દંડ વચ્ચેથી તૂટી જતા મુખ્ય દંડ ઉપર ધ્વજા ચઢાવવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરના શીખર ઉપર દ્વારકાનાં અબોટી બ્રાહ્મણો દ્વારા ધ્વજા ચડાવવામાં આવે છે.