સુમુલ ડેરીની ચૂંટણી: ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નામ જાહેર કર્યા, કોંગ્રેસ પણ ઉમેદવારી કરશે - director
સુરત: સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટે નામો જાહેર થતા કોંગ્રેસના ડિરેક્ટરે દાવેદારી નોંધાવી છે. જેથી સુમુલ ડેરીની ચૂંટણી ફરી થશે. શુક્રવારે સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની ભાજપ પ્રદેશ મહામંત્રી ભરત સિંહ પરમારે ઉમેદવારોના નામ જાહેર કર્યા. ભાજપ તરફથી નામ જાહેર થતા સુમુલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારી નોંધાવશે. જેથી સુમુલમાં ફરી એક વખત ચૂંટણી યોજાશે. આ અગાઉ 16 ડિરેકટરમાંથી 12 બેઠક ભાજપ તો 4 કોંગ્રેસ તરફના પેનલને મળ્યા હતા. ભાજપે પ્રમુખ તરીકે માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠકને મેન્ડેટ આપ્યું છે.