ગુજરાત

gujarat

ટંકારા તાલુકાના છતર ગામે જમીન દબાણ મામલે પોલીસ પ્રોટેક્શન માટે રજૂઆત

By

Published : Aug 31, 2020, 3:47 PM IST

મોરબીઃ જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામે વાડાની જમીનમાં તાર ફેન્સીંગ કરવામાં માથાભારે શખ્શો અવરોધ પેદા કરતા હતા, જેથી ખેડૂતોએ ફેન્સીંગ વાડ કરવા માટે પોલીસ પ્રોટેક્શન આપવાની માગ કરી છે. ટંકારા તાલુકાના છતર ગામના ચીમનભાઈ દેવરાજભાઈ રંગાણી અને મનસુખભાઈ દેવરાજભાઈ રંગાણીએ જિલ્લા એસપીને આવેદન આપ્યું છે કે, મારા ગામે જુના ગામતળમાં આવેલ વાડાની જમીન મનસુખભાઈ અને ચીમનભાઈના નામે ગામના નમુના નંબર 2માં અનુક્રમ નંબર 19થી આવેલ છે. સંયુક્ત માલિકીના વાડામાં ફેન્સીગ કરવાની હોય જેમાં અમુક માથાભારે શખ્શો મોહન નાજા અને વીનું મોહન કામમાં દખલ કરતા હોય અને સમજાવવા છતા અવારનવાર માથાકૂટ કરી ધમકીઓ આપે છે. જેથી વાડામાં ફેન્સીંગ માટે ત્રણ પોલીસ કર્મચારીઓની જરૂરિયાત છે અને એક દિવસ માટે પોલીસ કર્મચારી ફાળવવામાં આવે તેવી માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details