ચોટીલાની ખાનગી સ્કૂલના સંચાલક દ્રારા વિધાર્થીનીની છેડતી - વિધાર્થીની
સુરેન્દ્રનગર : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને ગુનાખોરીના બનાવોએ માઝા મુકી છે, ત્યારે શિક્ષણ જગતને લાંછન રૂપ બનાવ ચોટીલા ખાતે બન્યો હતો. જેમાં ખાનગી સ્કૂલના સંચાલક દ્રારા વિધાર્થીનીઓ સાથે છેડતી કરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર બનાવને લઇ વાલીઓએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બનાવ અંગે ગુનો નોધાવ્યો હતો. જોકે ગુરૂ અને શિષ્યને લાંછનરૂપ બનાવથી શાળાના સંચાલક સામે ફીટકારની લાગણી વરસી રહી છે અને આવા નરાધમ સંચાલક સામે કડક કાર્યવાહી કરી કડક સજા મળે તેવી લોક માગ ઉઠી હતી.