ભાંગેડુ DYSP જે.એમ ભરવાડનું નિવેદન: મેં ACBને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા - કોન્સ્ટેબલ વિશાળ સોનારા
રાજકોટ : જેતપુરમાં લાંચ પ્રકરણમાં સંડોવાયેલા કોન્સ્ટેબલે DYSP જે.એમ ભરવાડે એક આરોપીને માર ન મારવાની બાબતે રૂપિયા 8 લાખની લાંચ માગી હતી. જે મામલે ACBએ ટ્રેપ ગોઠવી હતી અને કોન્સ્ટેબલ વિશાળ સોનારાએ તેને ઝડપી પાડ્યા હતા. આ મામલે જે.એમ ભરવાડ ACB સમક્ષ હાજર થયા હતા. જેની 8 કલાક કરતા વધુ પૂછપરછ કરવામાં આવતા ભરવાડે આ મામલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ગ્રાઇડ લાઈન મુજબ હું ACBમાં હાજર થયો છું. મેં ACBને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ACBની કચેરીમાંથી નીકળી જે.એમ ભરવાડ રવાના થયા હતા. આ સિવાય તેમણે મીડિયાના પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતું.