આણંદ જિલ્લાના વહેરાખાડી ગામમાં આજથી સ્વયંભૂ લોકડાઉન - Total case of Anand Corona
આણંદઃ જિલ્લામાં કોરોનાના 1000થી વધારે કેસ સામે આવ્યા છે, હવે જિલ્લામાં શહેર સાથે ગ્રામ્ય કક્ષાએ પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં 6 ગામોએ સ્વયંભુ લોકડાઉન જાહેર કર્યું હતું. ધર્મજ, કરમસદ, મોગરી, સારસા અને વાસદ ગ્રામપંચાયત દ્વારા ગામજનોના હિતમાં લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યારે હાલ જિલ્લાના મહીસાગર સંગમ તીર્થ વહેરાખાડી મુકામે શુક્રવારથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ગામના તમામ નાના મોટા દુકાનદારોએ બંધને સમર્થન આપ્યું હતું, અંદાજીત 11 હજારની વસ્તી ધરાવતા વહેરાખાડી ગામમાં પંચાયત અને સ્થાનિક વેપારી આગેવાનો અને વડીલોની મેળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.