ગુજરાતની ફિલ્મ સ્વાગતમના સ્ટાર કાસ્ટ સાથે ખાસ વાતચીત - સ્વાગતમ
અમદાવાદઃ શેમારૂમી OTT પ્લેટફોર્મે આજે શુક્રવારે પોતાની ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’ને લોંચ કરી છે. જે થિયેટર્સ પહેલાં ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શકો માટે ઉપલબ્ધ છે. શેમારૂમી પર થોડાં સમય અગાઉ રિલિઝ થયેલી વાત વાતમાં (ઓરિજનલ વેબ સિરીઝ) ગુજરાતી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહી છે અને તેને અભુતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે, ત્યાર બાદ આજે બપોરે 2 કલાકે ‘સ્વાગતમ’ને રિલીઝ કરવામાં આવી છે. જે બાદ આ સ્વાગતમના અભિનેતા મલહાર ઠાકર, અભિનેત્રી કથા પટેલ અને દિગ્દર્શક નીરજ જોશીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.