શામળાજી ચેક પોસ્ટ બંધ થતા ડિટેઇન વાહનોમાંથી સ્પેર પાર્ટસ ગાયબ - 6 RTO ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય
અરવલ્લી: રાજ્ય સરકાર દ્વારા 16 RTO ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય કર્યાની સાથે અરવલ્લી જિલ્લાની શામળાજી ચેક પોસ્ટને પણ ખંભાતી તાળા મારી દેવામાં આવ્યા છે. અત્યારે RTO કચેરીને તાળા મારી સીલ કરી દેતા, કચેરી રામ ભરોષે હોય એવા હાલ સર્જાયા છે. ભૂતકાળમાં RTO દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરેલા ખાનગી બસ, ટ્રક સહિતના વાહનોમાંથી એસેસરીઝ, ટાયર અને પાર્ટસ ચોરાઈ જવાના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે.